ગાંધીનગર: રાજ્યમાં સરકારી ખુલ્લી જમીનો પર સતત વધી રહેલા દબાણોને ધ્યાનમાં લઈને મહેસૂલ વિભાગે તાત્કાલિક પગલાંરૂપ કડક સૂચનાઓ આપી છે.
તમામ જિલ્લા કલેક્ટરોને જણાવાયું છે કે, સરકારી જમીન પર ગેરકાયદે દબાણ કરનાર સામે હવે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધવાનું રહેશે.
મહેસૂલ વિભાગે કહ્યુ છે કે,
જો ક્યાંક દબાણ થયું હશે તો માત્ર દબાણ કરનાર નહીં, પરંતુ એવી બેદરકારી દેખાડનારા મામલતદાર અને સર્કલ ઇન્સ્પેક્ટર સામે પણ કડક શિસ્તમુલક કાર્યવાહી કરવામાં આવશે.
જમીનોના સંરક્ષણ માટે નવા નિયમો
હવે સરકારી ખુલ્લી જમીનોના સરવે નંબર પ્રમાણે જવાબદારી નિર્ધારિત કરી દેવામાં આવી છે.
જે વિસ્તારની જમીન હશે, તેની તકેદારી તે વિસ્તારના મહેસૂલી અધિકારીના જવાબદારીમાં આવશે.
દર મહિને સરકારને રિપોર્ટ આપવો ફરજિયાત રહેશે. કલેક્ટરોને કહ્યુ છે કે,
જાહેર જમીનનું દર મહિને ફિઝિકલ ઇન્સ્પેક્શન અને વીડીયોગ્રાફી કરવી ફરજિયાત રહેશે.
જો કોઈ દબાણ જોવા મળે તો તરત કાર્યવાહી શરૂ કરવી રહેશે.
દબાણ પર વીજળી-પાણી નહીં મળે
દબાણ પર કમર્શિયલ પ્રવૃત્તિઓ ચાલુ રહી ના શકે તે માટે પણ આયોજન કરાયું છે.
આવાં દબાણ પર વીજળી, પાણી અને ગટરના જોડાણો આપવાં નહીં તે માટે કલેક્ટરોએ સંબંધિત વિભાગો સાથે બેઠક કરીને આયોજન કરવા પણ સૂચના અપાઈ છે.
જવાબદારોને ચૂકશો નહીં
આ કામગીરીમાં બેફિકર રહીને જવાબદારી
નિભાવવામાં નિષ્ફળ રહેનાર મહેસૂલી કર્મચારીઓ સામે પણ પગલાં લેવાશે.
શિસ્તવિષયક કાર્યવાહી કરીને જવાબદારી નક્કી કરવામાં આવશે.
The Gujarat Live News
