August 20, 2025 6:46 pm

કામરેજના જોખા પાસે બાઈક અડફેટે સુરતના યુવકનું મોત

સુરતથી કામરેજનાં જોખા ગામે મિત્રનાં જન્મ દિવસની ઉજવણી કરવા આવેલા યુવકને બાઇક ચાલકે ટક્કર મારતા મોત થયું હતું.ઉધના મગદલ્લા રોડ ડાયમંડ કોલેજની બાજુમાં તલાવ વાડી બી ૨/ ૯માં રહેતો અનુજ દીપકભાઈ વાકોડે તા. પનાં સાંજે મિત્ર દીપક સોનીનાં જન્મ દિવસની ઉજવણી માટે મિત્રો સાથે વાવથી જોખા જતાં રોડ પર આવેલા એન્જોય ફાર્મ પર આવ્યો હતો. રાતે અગિયારેક વાગે અનુજ મોબાઇલ પર વાત કરતો ફાર્મની બહાર રોડ પર ચાલતો હતો. ત્યારે બાઇક નં. જીજે ૦૫ એલએક્સ ૧૬૩૨નાં ચાલકે ટક્કર મારતા ગંભીર ઈજાથી બેભાન થઈ ગયો હતો. મિત્રોએ ૧૦૮ને ફોન કરતા સ્થળ પર આવેલ ૧૦૮ના ડોકટરે તપાસી અનુજને મૃત જાહેર કર્યો હતો. બાદમાં અનુજનો મૃતદેહ કામરેજ સામુહિક આરોગ્ય કેન્દ્ર પર લઈ જવાયો હતો. અનુજનાં પિતા દીપકભાઈને ઘટનાની જાણ થતા પરિવાર સાથે ઘટનાં સ્થળે દોડી ગયા હતા. બાદમાં દીપકભાઈએ બાઇક ચાલક વિરૂદ્ધ કામરેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

Ashok kumar Jiyani
Author: Ashok kumar Jiyani

Co editor in chief

Leave a Comment

और पढ़ें

Radhanpur : આધુનિક ભારતના સ્વપ્નદ્રષ્ટા, દેશના પૂર્વ પ્રધાનમંત્રી તથા ભારત રત્ન સ્વ. શ્રી રાજીવ ગાંધીજીની જન્મજયંતી નિમિત્તે રાધનપુર વિધાનસભા કોંગ્રેસના આગેવાનો દ્વારા સામાજિક સેવા સાથે પર્યાવરણ સંરક્ષણના કાર્યક્રમો યોજાયો

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal