રાધનપુર તાલુકાના છાણીયાથર ગામની પ્રાથમિક શાળાની હાલત અત્યંત બિસમાર બની છે.
છાણીયાથર ગામની પ્રાથમિક શાળાની દયનિય હાલત સામે આવી, શિક્ષકો શેડ નીચે બાળકોને ભણાવા મજબૂર
પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના છાણીયાથર ગામની પ્રાથમિક શાળાની હાલત શિક્ષણતંત્રના દાવાઓને પિછાડે નાખે એવી છે.
આશરે 195 બાળકોના ભવિષ્ય સાથે જોડાયેલી આ શાળાની ઇમારત છેલ્લા 8 વર્ષથી, એટલે કે 2017થી, આ પ્રાથમિક સાળા જર્જરિત બની છે.
છતમાંથી ટપકતો વરસાદ,
તૂટેલી દીવાલો અને અધૂરા રૂમોના કારણે બાળકો માટે ભણતરની વાત ‘સફળ શિક્ષણ’થી દૂર લાગી રહી છે.
શાળાના શિક્ષકો અને વાલીઓએ અનેકવાર રજૂઆત કરી હોવા છતાં
આજદિન સુધી શાળાને નવા રૂમો મંજુર થયા નથી.
પરિણામે બાળકોને શાળા બહાર ટપાલના ટેંટ જેવી શેડમાં અભ્યાસ કરવો પડી રહ્યો છે.
શિક્ષકો પણ કોઈ વિકલ્પ ન હોવાથી એ જ જગ્યાએ ભણાવવાનો પ્રયાસ કરે છે.
સ્થાનિક વાલીઓની માગ છે કે તાત્કાલિક નવા રૂમોનું નિર્માણ થાય,
બાળકો માટે સુરક્ષિત ભણતર માહોલ ઉપલબ્ધ કરાવવામાં આવે અને તંત્રે આ ઘટનાને ગંભીરતાથી લઈને પગલાં લેવું જોઈએ.
“શિક્ષણ બાળકોનો હક છે, પણ જ્યારે એ હક માટે પણ છાપરું ન મળે, ત્યારે પ્રશ્ન થાય કે ભવિષ્ય કોણ બનાવશે?”
એવા પ્રશ્ન ઉચ્ચારી તંત્રને અરીસો બતાવતી વાત ગ્રામજનો અને વાલીઓ દ્વારા સામે આવી છે.
હકીકત મીડિયા તંત્રને માગ કરે છે કે જે પણ જવાબદાર વિભાગો છે તેઓ તાત્કાલિક કાર્યવાહી કરે – કારણ કે આ મુદ્દો માત્ર શાળાનો નહીં પણ બાળકના ભવિષ્યનો છે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
