સમી શહેરમાં દારૂની ડીલેવરી કરતી એક્ટિવા ઉપર બેસેલો બુટલેગર હવે પોલીસના હાથે ઘેરાયો છે.
મીડિયામાં વીડિયો આવતા સ્થાનિક પોલીસ હરકતમાં આવી
સોશિયલ મીડિયા પર એક વિડિયો વાયરલ થયા બાદ પોલીસે તરત જ કાર્યવાહી કરી અને મહેશ પરમાર નામના યુવકને દારૂ સાથે ઝડપી લીધો.
પકાયેલ બુટલેગરે કબૂલાત આપી છે કે તે રાજસ્થાનથી દારૂ લાવતો હતો અને ગ્રાહકો સુધી પહોંચાડતો હતો.
બુટલેગર મહેશે ખુલાસો કર્યો છે કે એક બોટલ ગ્રાહકને આપીને કહ્યું હતું કે પોલીસની કોઈ ચિંતા કરવાની જરૂર નથી!
બુટલેગર મહેશે પોતે પીનારી ટેવ હોવાની પણ કબૂલાત કરી છે. જોકે તેણે દાવો કર્યો કે તેની પાછળ કોઈ પણ પોલીસનો હાથ નથી.
આ બુટલેગર ની હાલ પોલીસ તપાસ ચાલુ છે.વધુમાં હવે પોલીસ તપાસ બાદ સામે આવશે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
