હાઇવે ચોકડીથી રાજગઢી સુધી રસ્તા પર ઢીંચણ જેવી સ્થિતિ, વાહનચાલકો અને વેપારીઓ મુશ્કેલીમાં
રાધનપુર: છેલ્લા કેટલાક કલાકોથી પડેલા ભારે વરસાદને કારણે રાધમલુરની મેઈન બજાર સહિત અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે.
ખાસ કરીને હાઇવે ચોકડીથી લઇને રાજગઢી સુધીનો માર્ગ પાણીમાં ગરકાવ બનતાં વાહનચાલકો, રાહદારીઓ અને વેપારીઓ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.
મેઈન બજાર વિસ્તારમાં તો પાણી ઢીંચણ જેવી ઊંડાઈએ ભરાતા લોકોનું રસ્તો પાર કરવું મુશ્કેલ બની ગયું છે.
વેપારીઓએ જણાવ્યુ કે પાણી ભરાતા દુકાનોમાં ગ્રાહકોનો અભાવ રહી ગયો છે
અને વ્યવસાય પર સીધો અસર થઈ રહ્યો છે.
સ્થાનિક લોકોએ શહેર પંચાયત સામે આક્રોશ વ્યક્ત કરતાં કહ્યું કે દરેક વર્ષની જેમ આ વર્ષે પણ વરસાદી પાણીની સમસ્યા યથાવત રહી છે.
તંત્ર દ્વારા યોગ્ય નિકાલ વ્યવસ્થા ન હોવાથી વરસાદી પાણી રસ્તા પર જ રોકાઈ જાય છે.
હવે લોકો તાકીદે વરસાદી પાણી નિકાલ માટે પગલાં લેવા અને નિકાસ નાળાઓની વ્યવસ્થા સુધારવાની માંગ કરી રહ્યાં છે
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
