રાધનપુર: શહેરમાં પડેલા સામાન્ય વરસાદ બાદ જ માર્ગો અને સર્વિસ રોડ પર ભારે પ્રમાણમાં વરસાદી પાણી ભરાતા નગરજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે.
ખાસ કરીને શહેરના મુખ્ય માર્ગો અને સર્વિસ રોડ પર ઢીંચણ સમાન પાણી ભરાઈ ગયા હતા.
પાણીની યોગ્ય નિકાસ વ્યવસ્થા ન હોઈ, ગટર લાઈન જામી ગઈ હોવાના કારણે વરસાદી પાણીનો નિકાલ ન થતાં રસ્તાઓ પર પાણી ભરાઈ ગયાં છે.
જેના કારણે વાહનચાલકો અને પદયાત્રીઓ બંને મુશ્કેલીમાં મુકાયા છે.
વાહનો ને ચલાવવા તકલીફ પડી રહી છે
અને પગે ચાલતા લોકોને પણ ભીંજાય જવાનું જોખમ વધી ગયું છે.
વિશેષ કરીને સ્કૂલ કે ઓફિસ જતાં લોકો માટે આ સ્થિતિ વધુ પડકારજનક બની છે.
નાગરિકોમાં નારાજગી જોવા મળી રહી છે અને તેઓએ તંત્રને ઝડપથી ડ્રેનેજ સફાઈ અને પાણી નિકાલના પાયાના પગલાં લેવા માંગ કરી છે.
સ્થાનિક તંત્ર હવે પાણીની સ્થિતિનું મૂલ્યાંકન કરીને તાત્કાલિક કામગીરી શરૂ કરે તેવી આશા નગરજનો જણાવી રહ્યા છે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
