જાફરાબાદ તાલુકાના કડીયાળી ગામે શિક્ષક શ્રી સંજયભાઈ ભાલીયા અને તેમના ધર્મ પત્ની સોલંકી રસીલાબેન
નો વિદાય કાર્યક્રમ યોજાયો હતો શ્રી સંજયભાઈ ભાલીયા દસ વર્ષથી અને સોલંકી રસીલાબેન ચાર વર્ષથી કડીયાળી પ્રાથમિક શાળામાં ફરજ બજાવે છે તેમની જિલ્લા ફેર બદલી છતાં આ કાર્યક્રમ યોજાયો હતો આ સમારોહમાં સરપંચ શ્રી સવજીભાઈ મકવાણા, સભ્ય શ્રી ન્યાય સમિતિ ચેરમેન ભીખાભાઈ પરમાર ગામના યુવાન કનુભાઈ સાંખટ, બી.આર.સી ભવનમાંથી પ્રતિનિધિ તરીકે સીઆરસી અલ્પેશભાઈ, રમેશભાઈ બારીયા, ગૌરવ મોરી સાહેબ, તથા એસએમસીના સભ્યશ્રીઓ, ઓપરેશન સિંદૂર 2025 માં ગામનું નામ રોશન કરનાર આર્મી મેન અશોકભાઈ, ગામના યુવાન તલાટી કમ મંત્રી કલ્પેશભાઈ, માધ્યમિક શાળાના આચાર્યશ્રી શીતલબેન, અને સ્ટાફ પરિવાર તથા ગામના યુવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા સરપંચ શ્રી સવજીભાઈ ,ચેરમેન શ્રી તથા આગેવાનોએ દીપ પ્રાગટ્ય કરી અને સંજયભાઈ ભાલીયા ને શાલ ઓઢાડી શ્રીફળ સાકર પડો આપી સન્માન કર્યું હતું. પ્રાથમિક શાળા સ્ટાફ વતી સંજયભાઈ અને રસીલાબેન ને વિવિધ ભેટ આપવામાં આવી હતી સંજયભાઈ તરફથી શાળાના દરેક વર્ગખંડ અને લોબીમાટે
12 ઘડિયાળ ભેટ આપવામાં આવી હતી. આ અંતર્ગત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો જેમાં બાળકોએ સ્વાગત ગીત, વિદાય ગીત, વિદાય સ્પીચ રજૂ કર્યા હતા આ તકે આચાર્યશ્રી ડાયાભાઈ બારૈયા, રમેશભાઈ રામ, યોગેશભાઈ બાંભણીયા, બીના કી બેન, નમ્રતાબેન , અરુણાબેન જલ્પાબેન, અને પરમાર જીતુભાઈ એ કાર્યક્રમને સફળ બનાવવા ખૂબ મહેનત કરી હતી. કાર્યક્રમનું સફળ સંચાલન નમ્રતાબેન વાળા તથા રામ રમેશભાઈએ આભાર વિધિ કરી હતી આ નિમિત્તે ભાલીયા સંજયભાઈ અને સોલંકી રસીલાબેન તરફથી બાળકો, સ્ટાફ, અને ગામ લોકો માટે શાક પુરી અને શીરો જમવાની વ્યવસ્થા કરી હતી. અંતે ભાલીયા સંજય ભાઈ ને ઘોડા ઉપર બેસાડી ભાવભીની વિદાય આપી હતી. શાળાના વિદ્યાર્થીઓ, શાળા સ્ટાફ અને હાજર તમામ વ્યક્તિઓ જોધાર આંસુએ રડી પડ્યા હતા.
રિપોર્ટર- જેપી પરમાર .જાફરાબાદ
