સિદ્ધપુર તાલુકામાં અચાનક થયેલા ભારે વરસાદને પગલે શહેર નજીકના તળાવનું કાંઠું તૂટી ગયું હતું.
જેના કારણે આસપાસના વિસ્તારની દુકાનોમાં પાણી ઘૂસી ગયા હતા.
વેપારીઓને ભારે નુકસાન વેઠવું પડ્યું છે
અને સ્થાનિક રસ્તાઓ પર પાણી ભરાતા વાહનવ્યવહાર પર પણ ગંભીર અસર જોવા મળી છે.
પાટણ જિલ્લાની સિદ્ધપુર તાલુકાના કાકોશી ગામમાં ગઈકાલે રાત્રે 11 વાગ્યાથી સતત ધોધમાર વરસાદ પડતાં ગામના મુખ્ય તળાવમાં ભરાવ વધ્યો હતો
અને તળાવ ઓવરફલો થતા પાણી બજાર વિસ્તારમાં ઘૂસ્યા હતા.
તળાવમાંથી પાણી બહાર નીકળતાં બજાર વિસ્તાર પૂરમાં ગરકાવ થયો હતો.
પાણીના પ્રવાહને કારણે દુકાનોમાં પાણી ઘૂસી ગયા હતા અને વાહન વ્યવહાર અટકી પડ્યો હતો.
ગ્રામજનોના કહેવા અનુસાર ખૂબ જ ઓછા સમયમાં પાણીનું સ્તર ગભરાવનાર રીતે વધી ગયું હતું.
સ્થાનિક તંત્ર તરફથી તાત્કાલિક ટીમોને તહેનાત કરીને સ્થિતિ પર કાબૂ મેળવવાનો પ્રયાસ શરૂ કરવામાં આવ્યો છે.
હાલ સુધી કોઈ જાનહાનિ થઈ નથી પરંતુ નાનીમોટી સંપત્તિહાનિ થવાની આશંકા છે
ગ્રામજનો અને વેપારીઓએ તંત્ર પાસે તાત્કાલિક રાહત અને પાણીની નિકાસ માટે પગલાં ભરવાની માંગ કરી છે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
