જેમાં ઉત્કૃષ્ટ ઉદ્યોગસાહસિકોને વિવિધ ક્ષેત્રોમાં તેમના અનોખા યોગદાન માટે માન. કેબિનેટ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા. દરેક વિજેતા પોતાના ક્ષેત્રમાં સતત નવીનતા, દ્રઢ સંકલ્પ અને વિકાસ માટેના પ્રયાસોના જીવંત ઉદાહરણ છે.
વિજેતા ઉદ્યોગસાહસિકો મેન્યુફેક્ચરિંગથી લઈને ટેકનોલોજી, સર્વિસીસ, ગ્રીન એનર્જી, ઇનોવેશન અને અન્ય અનેક ક્ષેત્રોમાં સફળતાપૂર્વક કાર્યરત છે – તેમનો આ સન્માન સમગ્ર MSME ઈકોસિસ્ટમ માટે પ્રેરણાસ્ત્રોતરૂપ સાબિત થશે.
આ કોન્ક્લેવ દરમિયાન વિવિધ ક્ષેત્રના વિશેષજ્ઞોની હાજરીમાં એક તજજ્ઞોની ચર્ચા યોજાઈ, જેમાં MSME ક્ષેત્રના પડકારો, નવા અવસર, સરકારની નીતિઓ અને ભવિષ્યના વિકાસ અંગે મહત્વપૂર્ણ સૂચનો કરવામાં આવ્યા.
MSME ક્ષેત્રમાં નવી દિશાઓ અને વિચારોને ઉજાગર કરવા માટેનું આ મંચ એવોર્ડ વિતરણથી ઘણું વધુ છે.
આ કાર્યક્રમમા ભાસ્કર ગ્રુપ સી.ઓ.ઓ. શ્રી ધર્મેન્દ્ર અત્રીજી તેમજ પેનલિસ્ટ તરીકે શ્રી ચિંતન ઠાકર, શ્રી જીગીશ દોશી, શ્રી પારસ દેસાઈ, શ્રી રાજેન્દ્ર શાહ, શ્રી શૈલેષ પટવારી, ડો. વિરાંચી શાહ અને જ્યુરી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
The Gujarat Live News
