August 23, 2025 10:53 am

Patan : “કાકોશી ગામના આરોગ્ય કેન્દ્રમાં જળજામ — દર્દીઓ જીવના જોખમે સારવાર લેવા મજબૂર, ડેન્ગ્યુ-મેલેરિયાનો કાળો કહેર ફાટી નીકળવાની ભીતિ!”

સિદ્ધપુર તાલુકાના કાકોશી ગામે આવેલું સામુહિક આરોગ્ય કેન્દ્ર (PHC) લોકોએ આરોગ્ય સેવાઓ મેળવવાનું મુખ્ય કેન્દ્ર છે.

પરંતુ દર ચોમાસે આ આરોગ્ય કેન્દ્રના મુખ્ય દરવાજા આગળ પાણી ભરાવાની સમસ્યા ઉભી થાય છે.

હાલની સ્થિતિ એવી છે કે કેન્દ્ર સુધી પહોંચવા માટે લોકોને પાણીમાં થી જવું પડે છે, જેના કારણે દર્દીઓને તેમજ તેમના પરિવારજનોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

આ જળજામને કારણે ચોમાસા દરમિયાન ડેન્ગ્યુ, મેલેરિયા અને અન્ય પાણીજન્ય ગંભીર બિમારીઓ ફાટી નીકળવાની શક્યતા વધી રહી છે.

સ્થિતિ એટલી ગંભીર છે કે આરોગ્ય સેવાઓ મેળવવા આવતા લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે.

ગ્રામજનોની માગ છે કે તાત્કાલિક પગલાં લઈને આ સમસ્યાનું કાયમી નિવારણ કરવામાં આવે, નહીં તો કોઈ દિવસ આ ઉદાસીનતા જીવલેણ સાબિત થઈ શકે છે.

અહેવાલ મગસિ ઠાકોર સિધ્ધપુર

Leave a Comment

और पढ़ें

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें