કચ્છના રાપર નગરપાલિકા વિસ્તારમાં નાગરિકો પરસેવાની કમાણીમાં થી કરવેરા ભરે છે
પરંતુ નગરપાલિકાએ લોકોની સુખાકારી માટેની કામગીરી કરવામાં નિષ્ફળ રહી છે
તેવા સંજોગોમાં છેલ્લા ઘણા સમયથી લોક સમીક્ષા માટે વારંવાર રજૂઆત છતાં
કોઈ નિવારણ ના આવતા ડો આંબેડકર યુવા ગ્રુપ દ્વારા રાપર શહેરની સમીક્ષા અંગે લેખિત રજૂઆત કરવામાં આવી છે
જેમાં રખડતા ઢોર, રોડ રસ્તા, ઉભરાતી ગટરો, સાફ સફાઈ, રોલ લાઈટ તેમજ રાપર શહેર હેલિપેડ વિસ્તાર, બજાર સમિતિ, વોકરા વિસ્તાર, તકિયાવાસ વિસ્તાર રેફરલ વિસ્તાર, સહિતના વિસ્તારો આકારણી કરી પાલિકા રેકર્ડ પર ચડાવવા ડૉ આંબેડકર યુવા ગ્રુપ દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવેલ જેમાં દિલીપભાઈ ગોહિલ પ્રમુખ ફરી આંબેડકર યુવા ગ્રુપ, કાંતિભાઈ રાઠોડ ઉપપ્રમુખ, મહેન્દ્ર મુછડીયા, કાંતિભાઈ ગોહિલ, સુંદર ભાઈ ચૌહાણ, બીપીનભાઈ ડોડીયા, વગેરે આવે ને પત્ર આપવામાં જોડાયા હતા
અહેવાલ હરખાભાઈ સોંલકી રાપર કચ્છ
