તારીખ ૨૮/૦૭/૨૦૨૫ ને શ્રાવણ માસ ના પ્રથમ સોમવાર ના રોજ ઘાંટવડ શ્રી રુદ્રેશ્વર જાગીરભારતી આશ્રમ ખાતે રૂદ્રેશ્વર મહાદેવની ૧૦૮ દ્રવ્ય અભિષેક થી રાજર્ષિ મહાપૂજા નું આયોજન પૂજ્ય શ્રી ઈન્દ્રભારતીબાપુ આંતરાષ્ટ્રીય ઉપાધ્યક્ષશ્રી પંચ દશનામી જૂના અખાડા દ્વારા કરવામાં આવ્યું હતું
જેમાં વિશેષ ઉપસ્થિતિ પાળીયાદ પૂજ્ય શ્રી વિસામણબાપુની જગ્યાના મહંત પરમ પૂજ્ય શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર શ્રી નિર્મળાબા,કિન્નર અખાડા ના અધ્યક્ષ શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર શ્રી લક્ષ્મીનારાયણ ત્રિપાઠી, શ્રી શ્રી ૧૦૦૮ ગર્ગાચાર્ય પીઠાધીશ્વર જગતગુરુશ્રી મહેન્દ્રાનંદગિરી મુચકુંદ ગુફા જૂનાગઢ,શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર પીઠાધિશ્વર સોનાક્ષીનંદગિરીજી, શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર જયઅંબાનંદગિરીજી, ૧૦૦૮ મહામંડલેશ્વર મુક્તાનંદભારતીબાપુ, પૂજ્ય શ્રી ભયલુબાપુ, બાળઠાકર શ્રી પૃથ્વીરાજબાપુ અને સૌ શિવ ભક્તો આ મહાપૂજન માં જોડાયા હતા ભગવાન શિવની બ્રાહ્મણો ના મંત્રોચાર સાથે વિધિવિધાન સાથે ભવ્ય પૂજા કરવામાં આવી ત્યારબાદ સૌ એ સાથે પ્રસાદ લઈ ધન્યતા અનુભવી.
અહેવાલ કનુભાઈ ખાચર
