August 30, 2025 4:49 pm

Patan : શ્રાવણમાં પાટણ બજરંગ સેનાની સંસ્કારમય ગૌસેવા: હારીજ ગૌશાળામાં પોષણ અર્પણ

શ્રાવણ માસના પવિત્ર અવસરે પાટણ જિલ્લા બજરંગ સેનાના સભ્યો દ્વારા હારીજ તાલુકા ખાતે આવેલી કૃષ્ણધામ ગૌ શાળામાં ગૌમાતાઓને સૂકા પૂળા, ખોળ અને પાપડી જેવી પૌષ્ટિક ચીજવસ્તુઓનો પ્રસાદ અર્પણ કરવામાં 

આવી હતી. ગૌસેવા જેવી પવિત્ર સેવા દ્વારા અબોલ જીવોના પાલનપોષણ અને રક્ષણ માટે સમાજમાં માનવતાના ભાવને પ્રગટ કરવામાં આવ્યો હતો.

આ સેવા કાર્ય રાષ્ટ્રીય અધ્યક્ષ દિનભા હવેલી તથા રાજભાઈ સથવારાના માર્ગદર્શન હેઠળ યોજાયું હતું. પાટણ બજરંગ સેનાની મહિલા ટીમના ઉપસ્થિતિમાં ઉપાધ્યક્ષ પૂનમબેન, સુશીલાબેન, શંકરભાઈ, રતિલાલભાઈ, જીજીબેન, શાંતિબેન સહિતની ટીમે ગૌમાતાઓને નિરણ આપી પ્રેમપૂર્વક સેવા આપી હતી.

દિનભા હવેલીએ ગૌમાતા માટે “રાષ્ટ્રીય માતા” જાહેર કરાય તેવા માંગ સાથે ભારત સરકારને આહ્વાન પણ કર્યું હતું. તેમણે બજરંગ સેનાની સમગ્ર પાટણ ટીમ તથા મહિલા સેનાની સેવાકીય કામગીરીને બિરદી આપી હતી અને આગલા સમયમાં આવા વધુ સેવાકીય કાર્યોના આયોજન માટે પ્રેરણા આપી હતી.

શ્રાવણ માસ હંમેશાં ભક્તિ અને પવિત્રતાનું પ્રતિક રહ્યો છે. આ સમયમાં ગૌસેવા કરવાથી શ્રદ્ધાળુઓએ જીવદયા અને સંસ્કારનો સંદેશ આપ્યો છે. આવા સેવાકીય કાર્યક્રમો સમાજમાં એક ઉદાહરણરૂપ બની રહ્યા છે.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Comment

और पढ़ें

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें