ઊંઝા બસ સ્ટેશન પાસે પાટણ રોડ હાઇવે, સ્થાનિક ઇન્દ્રસ્ટીઅલ અને રહેણાંક સોસાયટીઓ તથા બીજી બાજુ ઊંઝાના મુખ્ય બઝાર સાથે શ્રી ઉમિયા માતાજી મંદિર, ઊંઝા APMC, સ્કૂલ- કોલેજ અનેક સંસ્થાઓ, ઓફિસો આવેલી હોવાથી રોજ હજારો લોકોની અવર જવર હોઈ ચોમાસાના દિવસોમાં વરસાદ સમયે અંડરબ્રીઝ પાણીથી ભરાઈ જાય ત્યારે નજીકમાં અવર-જવર મુશ્કેલી ભરી થઇ જાય છે.
સામાન્ય લોકોની આ સમસ્યાના કાયમી સમાધાન હેતુ ઊંઝા ધારાસભ્ય કિરીટભાઈ પટેલે રેલવે લાઈન પર ફૂટ ઓવરબ્રીઝ બનાવવાની લેખિતમાં માંગણી કેન્દ્રીય રેલવે મંત્રી, દિલ્લી કરી છે.
અહેવાલ :આશિષ પટેલ, ઐઠોર
Mo :987 986 1970
