પાટણ શહેરની નગરપાલિકામાં સ્થાનિક સમસ્યાઓ અને જનહિતના પ્રશ્નો પર રજૂઆત કરવા આવેલા કોંગ્રેસના કાર્યકરો અને સભ્યો સામે ચીફ ઓફિસર દ્વારા અત્યંત તોછડાઈભર્યું અને અસહ્ય વર્તન કરાયું હોવાનો ગંભીર આરોપ કોંગ્રેસ આગેવાનોએ કર્યો છે.
જણાવ્યા મુજબ, કોંગ્રેસના પ્રતિનિધિમંડળે નગરજનોની સમસ્યાઓ જેમ કે ગંદકી, ગટર વ્યવસ્થા, પાણીની અછત અને રસ્તાઓની ખોટ અંગે લેખિત રજૂઆત માટે નગરપાલિકા જવાનું નક્કી કર્યું હતું.
પરંતુ તેમને મળવા બદલે ચીફ ઓફિસરે કંટાળાજનક અને ઉદ્ધત ભાષાનો ઉપયોગ કર્યો અને કહેવામાં આવ્યું કે,
“આ મારી ચેમ્બર છે, તમારું કંઈ ચાલવાનું નથી
વિશેષ એ છે કે, પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે પણ ચીફ ઓફિસર સાથે ફોન પર વાત કરવાનો પ્રયાસ કર્યો,
ત્યારે પણ અધિકારીએ અપમાનજનક જવાબ આપ્યા હતા.
જેના કારણે સ્થાનિક રાજકારણમાં નારાજગીનો માહોલ સર્જાયો છે.
કોંગ્રેસ આગેવાનો અને કાર્યકરોની માગ છે કે,
“જેણે જનતાની વાત સાંભળવાની ત્રેવડ ન હોય, એ ચીફ ઓફિસરે તરત રાજીનામું આપવું જોઈએ
નહીં તો સરકારએ તાત્કાલિક તેમને હટાવીને જાહેર તપાસ શરૂ કરવી જોઈએ.”
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
