નર્મદા સિમેન્ટ કંપનીના એચ.આર.હેડ વિકાસ વર્મા,પરચેસ હેડ લલીત ગુપ્તાના બંધ મકાનોમાં ચોરી
તા.૧૪/૧૨/૨૦૨૪
મારૂ નામ અજીતકુમાર પશુપતિનાથ ચોબે ઉ.વ.૪૩ ધંધો પ્રા.નોકરી રહે જાફરાબાદ નર્મદા કોલોની રૂમ નંબર
સી-૧૩/૩ તા.જાફરાબાદ જી.અમરેલી મો.નં.૬૩૫૭૨૯૩૫૨૦ રૂબરૂમા પુછવાથી લખાવુ છુ કે હું ઉપર બતાવેલ સરનામે એકલો રહું છુ. અને અલ્ટ્રાટેક કંપનીમા છેલ્લા આઠ મહીનાથી સીક્યુરીટી હેડ તરીકે મારી નોકરી કજાફરાબાદ
આજરોજ બપોરના આશરે બેએક વાગ્યાના અરસામા હું પ્લાન્ટમા મારી નોકરીએ હાજર હોય તે વખતે કોલોનીના સીક્યુરીટીનો ફોન આવેલ કે કોલોનીની કામવાળી ગીતાબેન મકાન નંબર એ-૨ મા સફાઇ કામ કરવા ગયેલ હોય ત્યા આગળ તેનુ મકાનનો દરવાજો ખુલ્લો છે તમે તાત્કાલીક આવો તેમ વાત કરતા હું નર્મદા કોલોની આવેલ ત્યા આગળ મકાન નંબર એ-૨ પાસે આવેલ જે મકાનમા અમારા એચ.આર.ના વાઇસ પ્રેસીડેન્સ વિકાસ વર્મા સાહેબ રહેતા હોય જે ગઇ તા.૦૯/૧૨/૨૦૨૪થી રજામા પોતાના વતનમા છે. જે મકાનમા પ્રવેશી જોતા પ્રથમ રૂમમા મેઇન દરવાજાનો આલ્ડ્રાફ તુટેલી હાલતમા હોય જેથી મકાનમા પ્રવેશ કરતા રૂમમા ચીજ વસ્તુ વેરવિખેર થયેલ હાલતમાં જોવામા આવે છે. તેમજ બીજા રૂમમા પ્રવેશ કરતા તેમા પણ ચીજવસ્તુ વેર વિખેર થયેલ હાલતમા જોવામા આવે છે. જેથી મેં વિકાસ વર્મા સાહેબ સાથે ટેલીફોનીક વાત કરતા ઘરમા રહેલ ચીજ વસ્તુ પૈકી રોકડ રૂપીયા ૫૦૦૦/- મળેલ નહી અને અન્ય કોઇ કીંમતી ચીજ વસ્તુઓ ગયેલ નહી જેથી અમારા ડીપાર્ટમેન્ટ હેડ વિનીતસિંગ રાણા સાહેબને વાત કરતા તેઓ પણ આવી ગયેલ અને ત્યાર બાદ કોલોનીના બીજા મકાનમા બી-૯મા રહેતા લલીત ગુપ્તા સાહેબ જે અમારા ડીપાર્ટમેન્ટ હેડ હોય અને ગઇ તા.૦૫/૧૨/૨૦૨૪થી રજામા પોતાના વતન હીમાચલ પ્રદેશમા હોય અને તેઓના મકાનમા તાળુ મારેલુ હતુ તેના મકાનનો દરવાજાનો આલ્ડ્રાફ પણ તુટેલી હાલતમા હોય જેથી તેના મકાનમા પ્રવેશી લલીત ગુપ્તા સાહેબ સાથે ટેલીફોનીક વાત-ચીત કરતા તેના મકાનમા અંદરના રૂમમા તીજોરી ખુલ્લી હોય અને વસ્તુઓ વેરવીખેર હાલતમા હોય જેથી ઘરમા રહેલ ચીજવસ્તુ બાબતે પુછતા લલીત ગુપ્તા સાહેબની પત્નીના તીજોરીમા સોનાના દાગીના જોતા
(૧) સોનાનો ચેઇન નંગ ૦૧ વજન ૧૦ ગ્રામ અંદાજીત કિંમત રૂ.૫૫,૦૦૦/-
(૨) સોનાની કાનની બુટી ૦૩ સેટ વજન ૧૫ ગ્રામ અંદાજીત કિંમત રૂ.૮૨,૦૦૦/-
(૩) સોનાના હાથમા પહેરવાના કડા ૦૧ સેટ વજન ૨૦ ગ્રામ અંદાજીત કિંમત રૂ.૧,૧૦,૦૦૦/-
(૪) સોનાની બંગડી ૦૨ સેટ વજન ૭૦ ગ્રામ અંદાજીત કિંમત રૂ.૩,૮૫,૦૦૦/-
(૫) સોનાનુ પૅન્ડલ સેટ નંગ ૦૧ વજન ૮ ગ્રામ અંદાજીત કિંમત રૂ.૪૦,૦૦૦/-
(૬) કેનેડીયન ડોલરની ચલણી નોટ ૭૫૦ અંદાજીત કિંમત (૭૫૦*૫૯.૫૭) રૂ.૪૪૬૭૮/-
(૭) યુ.એસ. ડોલરની ચલણી નોટ ૩૫ અંદાજીત કિંમત (૩૫*૮૪.૮૧) રૂ.૨૯૭૦/-
(૮) પાઉન્ડની ચલણી નોટ ૧૦ અંદાજીત કિંમત (૧૦*૧૦૭) રૂ.૧૦૭૦/-
દર-દાગીના જોવામા આવેલ નહી જે દાગીના બાબતે પુછતા હાથમા પહેરવાના કડા ત્રણ વર્ષ પહેલા ખરીદી કરેલ હતી અને બાકીના દાગીના પોતાના લગ્નમા આવેલા હતા તેમ જણાવતા હોય અને આ દાગીના લગત બીલ પણ હાલ અમારી પાસે નહી તેઓની પાસે હોય જેથી ઉપરોકત દાગીનાની હાલની કિંમત અંદાજીત છે. અને ગુપ્તા સાહેબ આવ્યેથી વધારે બાકી રહેતી માહીતી જણાવશે.
તો કોઇ અજાણયો ચોર ઇસમે ગઇ તા.૦૯/૧૨/૨૦૨૪ થી તા.૧૪/૧૨/૨૦૨૪ ના કોઇ પણ સમયે જાફરાબાદ નર્મદા કોલોનીમા ગુપ્તા સાહેબના તથા વર્મા સાહેબના રહેણાંક મકાને દરવાજાના આલ્ડ્રાફ તોડી તીજોરીમા રહેલ દર દાગીના કિ.રૂ.૬,૭૨,૦૦૦/- તથા રોકડ રૂ.૫૦૦૦/- તથા વિદેશી ચલણી નોટ કિ.રૂ.૪૮,૭૧૮/- એમ મળી કુલ કિ.રૂ.૭,૨૫,૭૧૮/-(સાત લાખ પચ્ચીસ હજાર સાતસો અઢાર)ની ચોરી કરી લઇ જઇ ગુન્હો કરેલ હોય તો તેના વિરૂધ્ધ ધોરણસર થવા મારી ફરીયાદ છે. અને આ ચોરી અંગે મને કોઇના પર શંકા કે વ્હેમ નથી.
એટલી મારી ફરીયાદ હકિકત મારા લખાવ્યા મુજબની બરાબર અને ખરી છે. જે વાંચી સમજી આ નીચે મારી સહી કરી આપેલ છે.
રૂબરૂ (જે.એમ.ચુડાસમા) પો.સ્ટે.ઓ. જાફરાબાદ પોલીસ સ્ટશેન
રિપોર્ટ ગૌતમ માલનીયા,જાફરાબાદ
