July 11, 2025 5:38 am

આજે આખા વર્ષની સૌથી મોટી અને છેલ્લી સંકટ ચોથ હોવાથી ગામથી દૂર રસ્તાઓ પર ઐઠોર શ્રી ગણપતિ મંદિરે દર્શનાર્થે આવનાર ભક્તો માટે ગામના સેવકોએ સ્વખર્ચે ખુબ સરસ ચા-પાણી,લીંબુ સરબત,ફરાળ,વેફર,કચરીયું વગેરે જેવી અનેક નિઃશુલ્ક વ્યવસ્થા કરી.

દરેક સંકટ ચોથમા હજારો ભક્તો ઐઠોર ગામે દર્શનાર્થે આવતા હોય છે, તેમાં વળી માગસર મહિનાની આજની મોટી ચોથની ભક્તોની અપાર ભીડ હોય છે.

ઐઠોર ગામ એટલે કળિયુગના જીવંત- સિંદૂરીયા-ડાભી સુંઢાળા દેવ શ્રી ગણપતિ દાદાનું ગામ.

દાદાના નામ વિના ગામની ઓળખ સુ?

ગામના બધી જ જાતના સમાજના લોકો સૌ સાથે મળી દાદાનો આ પ્રસંગ ખુબ સારી રીતે પાર પાડતા હોય છે.

દૂર દૂરથી આવનારા ભક્તો માટે પણ આજની તેમની અનેરી સેવા ખુબ વખાણવાલાયક હોય છે.

ગયા વર્ષની જેમ આ વર્ષે પણ અનેક જગ્યાએ ગામની ચારેબાજુથી આવતા સંઘ અને છૂટક પગપાળા આવતા ભક્તોને આગ્રહપૂર્વક બેસાડી ચા -પાણી, લીંબુ સરબત,ફરાળ, વેફર અને કચરીયા જેવી અનેક સુવિધાઓ ખુબ ભાવપૂર્વક પીરસતા હોય છે.

પાકો મંડપ બાંધી પાર્કિંગ સાથેની વ્યવસ્થા કરી ઐઠોર ગામથી દૂર રસ્તા અને ખેતર વિસ્તારોમાં પણ કેમ્પ કરી સેવા આપનાર મોટા ભાગના પાટીદાર, ક્ષત્રિય ઠાકોર અને અન્ય યુવા સેવકો આ સેવાનો તમામ ખર્ચ પોતે અને અન્ય દાતાઓ મારફતે ગોઠવી તમામ વ્યવસ્થા માટે વહેલી સવારથી જ હાજર થઇ જતા હોય છે.

કોઈ પણ પગપાળા ભકતને ફરજીયાત તેમની સેવાઓનો લાભ આપવા આગ્રહ કરી ધન્યતા અનુભવે છે.

દાદાના દર્શનાર્થે આવનાર સૌ ભક્તો અને સેવકો – દાતાઓ પર દાદાની અપાર કૃપા બની રહે છે.

અહેવાલ :આશિષ પટેલ, ઐઠોર 

Mo :987 986 1970

Leave a Comment

और पढ़ें

Patan : પાટણ જિલ્લાના સરસ્વતી પોલીસ સ્ટેશનના વિસ્તારના અઘાર ગામેથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી બોટલ ટીન/નંગ ૧૦૩૬ કિ.રૂ.૨,૫૫,૧૪૦/-ના મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી પાડતી એલ.સી.બી. પાટણ

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें

Patan : પાટણ જિલ્લાના સરસ્વતી પોલીસ સ્ટેશનના વિસ્તારના અઘાર ગામેથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી બોટલ ટીન/નંગ ૧૦૩૬ કિ.રૂ.૨,૫૫,૧૪૦/-ના મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી પાડતી એલ.સી.બી. પાટણ