May 13, 2025 12:20 pm

“તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત અમરેલી સીટી વિસ્તારમાં,રાજકમલ પાસે જાહેર રોડ ઉપર પડી ગયેલ મોબાઇલ ફોન કમાન્ય્ કંટ્રોલરૂમ નેત્રમની મદદથી શોધી કાઢી મુળ માલીકને પરત અપાવતી અમરેલી સીટી પોલીસ ટીમ

મે.ભાવનગર રેન્જ આઈ.જી.પી.શ્રી ગૌતમ પરમાર , ભાવનગર રેન્જ, ભાવનગર નાઓએ ભાવનગર રેન્જના જીલ્લાઓમાંથી લોકોની કિમતી/મીસીંગ મીલકત શોધી કાઢી મુળ માલીકની ખરાઇ કરી લોકોને કિમતી /મીસીંગ મીલ્કત પરત આપવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે આપેલ હોય કાર્યવહિ કરવા સુચના આપેલ હોય જે અન્વયે અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત સાહેબનાઓએ તથા અમરેલી ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષકશ્રી ચિરાગ દેસાઇ નાઓ દ્વારા જરૂરી સુચના તથા માર્ગદર્શન આપવામાં આપેલ હોય .

જે અન્વયે અમરેલી સીટી પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી કે.એલ.ખટાણા ની રાહબરી હેઠળ આ કામે અરજદારશ્રી બીપીનકુમાર શ્રીરામશંકર ગૌતમ રહે,અમરેલી,ત્રીપદા સોસાયટી,ચિતલ રોડ તા.જી.અમરેલી વાળા અમરેલી સીટી પોલીસ સ્ટ્રેશન ખાતે રૂબરૂ આવી જણાવતા હોય કે તેમનો ટેકનો કંપનીનો મોબાઇલ ફોન રાજકમલ ચોક રોડ ઉપર ક્યાક પડી ગયેલ છે જેની શોધખોળ કરતા મળી આવેલ નથી તેવું જણાવતા હોય જેથી પોલીસ ઇન્સ્પેક્ટર કે.એલ.ખટાણા મોબાઇલ ફોનની શોધખોળ કરવા નાગનાથ બીટના સ્ટાફને સુચના આપતા નાગનાથ બીટ વિસ્તારના સ્ટાફ દ્વારા અલગ-અલગ જગ્યાએ તપાસ કરતા તથા કમાંડ કંટ્રોલરૂમ નેત્રમની મદદથી તપાસ કરતા સદર મોબાઇલ અરજદારના ખિચ્યામાથી પડીને રોડ ઉપર પડી ગયેલ હોય જે મોબાઇલ એક ઇસમને મળતા તેને શોધી તેની પાસે ખરાઇ કરાવતા સદર મોબાઇલ રાજકમલ ચોક ખાતેથી મળેલ હોવાનુ જણાવતો હોય જેથી મુળ માલીકને બોલાવી મોબાઇલની ખરાઇ કરી મોબાઇલ ફોન મુળ માલીકને સોપી આપી પ્રસશંનીય કામગીરી કરેલ છે.

આ કામગીરી અમરેલી સીટી પો.ઇન્સ.શ્રી કે.એલ.ખટાણા તથા નાગનાથ બીટ સ્ટ્રાફ તથા કમાન્ડુ કંટ્રોલ નેત્રમ અમરેલીના સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.

રિપોર્ટર વિનુભાઈ પરમાર દામનગર

Leave a Comment

और पढ़ें

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें