July 11, 2025 12:47 pm

ડાંગ જિલ્લામાં ઘરફોડચોરી બાદ હવે તો ઘઉંનો જથ્થો ભરેલ ટ્રક ઉઠાવી જતા ચક્ચાર

ડાંગ જિલ્લાનાં વઘઈ. ખાતે આવેલ સરકારી અનાજનાં ગોડાઉનમાંથી લાખો રૂપિયાના ઘઉંનો જથ્થો ભરેલ ટ્રક અચાનક ગાયબ થઈ જતા ચકચાર મચી જવા પામી છે.આ રીતે ઘઉંના જથ્થા સાથે ટ્રક ગાયબ થઈ જતા અનેક પ્રશ્ન ઉભા થઇ રહ્યા છે.તેમજ. અધિકારીઓની કામગીરી પણ શંકા ઉપજાવે તેવી જોવા મળી રહી છે. ડાંગ જિલ્લાનાં વધઈ – આહવા રોડ ઉપર આવેલ વધઈ સરકારી ગોડાઉન સામે રોડ ઉપર ટાટા. કંપનીનો ગાડી નં. GJ-15-AV-3033 માં અનાજ (ઘઉં) ૫૦ કિગ્રાના ૫૦૦ કટ્ટા ભરેલ હતા. જેનું કુલ વજન ૨૫,૩૮૦કિગ્રા જેની કિંમત રૂપિયા ૧૩,૭૦,૫૨૦ હોય, જોકે આ ટ્રક પછીથી આ જથ્થા સાથે જ ગાયબ થઈ ગઈ હતી. અહીં રૂપિયા ૧૩,૭૦,૫૨૦નો ઘઉંનો જથ્થો અને ટ્રક જેની કિંમત રૂપિયા ૧૫ લાખ એમ મળી કુલ. કિંમત. રૂપિયા ૨૮,૭૦,૫૨૦ નો મુદામાલ સરકારી ગોડાઉન પાસેથી રાત્રિના સમયે રોડ પરથી ગાયબ થઈ જતા અનેક સવાલ ઉભા થઇ રહ્યા છે. કારણ કે આ પ્રકારે ગોડાઉનમાંથી ટ્રક અને જથ્થો ગાયબ થયો તો શું અનાજની કાળા બજારી કરવામાં આવી રહી છે ? આ રીતે અનાજનો જથ્થો ગાયબ થયો તો આમાં પુરવઠા વિભાગનાં અધિકારીઓ કે વાહન કોન્ટ્રાક્ટરોની પણ સંડોવણી છે કે કેમ ? કે પછી આ પ્રકારે અગાઉ પણ આ રીતે ટ્રક કે અનાજનો જથ્થો ગાયબ થયેલ હોય પણ હાલમાં જ આ પ્રકારની ઘટના સામે આવી છે ? સરકારી ગોડાઉન પાસેથી આમજ અનાજનો જથ્થો ગાયબ થઈ જાય તે અહીં અધિકારીઓ અને ગોડાઉન મેનેજરની બેદરકારી સ્પષ્ટપણે જોવા મળી રહી છે. જોકે આ સમગ્ર મામલાને લઈને વઘઇ પોલીસ મથકે ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવેલ છે.ત્યારે આ મામલે યોગ્ય પારદર્શક તપાસ. કરવામાં આવે તે જરૂરી બન્યું છે.અત્રે નોંધનીય છે કે થોડા દિવસ પૂર્વે તસ્કરોએ સાપુતારા પોલીસ મથકનાં ગામડાઓમાં ઘરફોડ ચોરી કરી તરખાટ મચાવ્યો હતો.તેવામાં વઘઇ ખાતેથી ભેજાબાજ તસ્કરો આખીને આખી ઘઉંનો જથ્થો ભરેલ ટ્રક ચોરી જતા પંથકમાં ભયનો માહોલ સર્જાયો છે.

રિપોર્ટર સંદીપ ચૌધરી ડાંગ

Leave a Comment

और पढ़ें

Patan : પાટણ જિલ્લાના સરસ્વતી પોલીસ સ્ટેશનના વિસ્તારના અઘાર ગામેથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી બોટલ ટીન/નંગ ૧૦૩૬ કિ.રૂ.૨,૫૫,૧૪૦/-ના મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી પાડતી એલ.સી.બી. પાટણ

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें

Patan : પાટણ જિલ્લાના સરસ્વતી પોલીસ સ્ટેશનના વિસ્તારના અઘાર ગામેથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી બોટલ ટીન/નંગ ૧૦૩૬ કિ.રૂ.૨,૫૫,૧૪૦/-ના મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી પાડતી એલ.સી.બી. પાટણ