વાંસદા પોલીસ સ્ટેશન તથા મહિલા સુરક્ષા સમિતિના બહેનો દ્રારા ચાઇનીઝ દોરીથી થતુ નુકશાન અટકાવવા જનજાગૃતિ રેલી યોજી. વાંસદા તાલુકા ખાતે સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત વાંસદા પોલીસ સ્ટેશન તથા મહિલા સુરક્ષા સમિતિના બહેનો દ્વારા તારીખ ૭ જાન્યુઆરી ગુરુવારના રોજ ચાઇનીઝ તેમજ પ્લાસ્ટિક દોરીથી થતુ નુકશાન અટકાવવા જનજાગૃતિ રેલી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.પ્રતાપ હાઈસ્કૂલ વાંસદા થી રેલીનું પ્રસ્થાન કરી વાંસદા બજારમાં ફેરવવામાં આવી હતી. રેલીમાં પ્રતાપ હાઈસ્કૂલના બાળકો તેમજ શિક્ષકો જોડાયા હતા. બાળકો દ્રારા ચાઇનીઝ દોરી હટાવોના નારા બોલવામાં આવ્યા હતા. રિપોર્ટર- ભરતભાઈપટેલ

Author: Ashok kumar Jiyani
Co editor in chief