July 11, 2025 12:05 pm

ખોરાક ઔષધ નિયમન તંત્ર પાટણ દ્વારા શંકાસ્પદ ઓઇલ જથ્થો સીઝ કરાયો

સિદ્ધપુર જીઆઇડીસી ખાતે આવેલ મેટ્રો ઓઇલ્સ એન્ડ ફુડ ઇન્ડસ્ટ્રીઝ નામની પેઢીમાંથી શંકાસ્પદ ઓઇલનો જથ્થો ઝડપાયો

પાટણ નગરજનોને શુધ્ધ સાત્વીક અને ભેળસેળ મુક્ત ખોરાક મળી રહે તે માટે ખોરાક ઔષધ નિયમન તંત્ર, પાટણ તેમજ એસોજી ટીમ પાટણ દ્વારા સિદ્ધપુર જીઆઇડીસી ખાતે આવેલ મેટ્રો ઓઇલ્સ એન્ડ ફુડ ઇન્ડસ્ટ્રીઝ નામની પેઢીમાંથી અલગ અલગ બ્રાન્ડના શંકાસ્પદ નમુના લેવામાં આવ્યા હતા.

પાટણ ખોરક અને ઔષધ નિયમન તંત્રની ટીમ અને એસોજી ટીમ પાટણ દ્વારા જીઆઇડીસી સિદ્ધપુર ખાતે આવેલ મેટ્રો ઓઇલ્સ એન્ડ ફુડ ઇન્ડસ્ટ્રીઝ નામની પેઢીમાંથી કુલ અલગ અલગ બ્રાન્ડ જેવી કે કંચન , કોહીનુર, કેસર વગેરે તથા ૧૫ કિલોગ્રામના લેબલ વગરના તેલના ડબાના ૧૪ નમૂના અને Vitamin A and D concentrate liquid mixture નો શંકાસ્પદ નમુના લેવામાં આવ્યા હતા. ખોરક અને ઔષધ નિયમન તંત્રની ટીમ દ્વારા અંદાજિત ૮૨૧૯ kg જથ્થો કે જેનું અંદાજિત મૂલ્ય ₹૯,૮૧,૨૮૧ નો જથ્થો માનવ વપરાશમાં ન આવે તે હેતુથી સ્થળ પર સીઝ કરવામાં આવેલ છે એમ ખોરાક અને ઔષધ નિયમન તંત્રની અખબારી યાદીમાં જણાવેલ છે.

રિપોર્ટ by ગોવાભાઈ આહીર પાટણ

Leave a Comment

और पढ़ें

Patan : પાટણ જિલ્લાના સરસ્વતી પોલીસ સ્ટેશનના વિસ્તારના અઘાર ગામેથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી બોટલ ટીન/નંગ ૧૦૩૬ કિ.રૂ.૨,૫૫,૧૪૦/-ના મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી પાડતી એલ.સી.બી. પાટણ

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें

Patan : પાટણ જિલ્લાના સરસ્વતી પોલીસ સ્ટેશનના વિસ્તારના અઘાર ગામેથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી બોટલ ટીન/નંગ ૧૦૩૬ કિ.રૂ.૨,૫૫,૧૪૦/-ના મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી પાડતી એલ.સી.બી. પાટણ