July 11, 2025 5:27 am

જનકભાઈ તળાવિયાની લોકહિતની કામગીરી: 

લાઠી/બાબરાના કુલ 12 ગામમાં નવા ગ્રામ પંચાયત ઘરો રૂા. 2 કરોડ 94 લાખના ખર્ચે ઘારાસભ્ય જનકભાઇ તળાવીયાએ કરાવ્યા મંજુર

બાબરા/લાઠી: લાઠી-બાબરાના ધારાસભ્ય જનકભાઈ તળાવિયાએ પોતાના મતવિસ્તારમાં લોકહિતના કાર્યો કરીને લોકોના દિલ જીતી લીધા છે. તાજેતરમાં તેમણે બાબરા તાલુકાના 10 અને લાઠી તાલુકાના 2 ગ્રામ પંચાયત ઘરોને કરોડો રૂપિયાના ખર્ચે નવીનીકરણ કરાવવાની જાહેરાત કરી છે.

2 કરોડ 94 લાખના ખર્ચે બનશે નવા ગ્રામ પંચાયત ઘરો

જનકભાઈ તળાવિયાએ બાબરાની 10 અને લાઠીની 2 ગ્રામ પંચાયતોના નવા ઘરો બનાવવા માટે કુલ 2 કરોડ 94 લાખ રૂપિયા મંજૂર કરાવ્યા છે. આ ઘરો આધુનિક સુવિધાઓથી સજ્જ હશે અને ગ્રામજનોને અનેક રીતે ઉપયોગી થશે.

ધારાસભ્યની સક્રિયતાથી વિકાસના કાર્યો

જનકભાઈ તળાવિયા જ્યારથી ધારાસભ્ય બન્યા છે ત્યારથી તેઓ પોતાના વિસ્તારના વિકાસ માટે સતત કાર્યરત છે. તેમણે સરકારમાંથી કરોડો રૂપિયાની ગ્રાન્ટ મંજૂર કરાવીને અનેક વિકાસ કાર્યો કર્યા છે. જેના કારણે લાઠી, બાબરા અને દામનગરના લોકોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે.

સરપંચોએ માન્યો ધારાસભ્યનો આભાર

બાબરા પંથકના 10 ગ્રામ પંચાયત અને લાઠીની 2 ગ્રામ પંચાયતના નવા ઘર બનાવવા માટે કરોડો રૂપિયા મંજૂર કરાવવા બદલ સરપંચોએ જનકભાઈ તળાવિયાનો આભાર માન્યો હતો.

કયા ગામોને મળશે લાભ?

બાબરાના ફુલઝર, વાંડળિયા, ખાનપર, ભીલડી, લોનકોટડા, ખીજડીયા, કોટડા, ગળકોટડી, ખાખરીયા અને લુણકી ગામોને નવા ગ્રામ પંચાયત ઘરનો લાભ મળશે. દરેક ગ્રામ પંચાયત માટે 25 લાખ રૂપિયાની રકમ ફાળવવામાં આવશે. જ્યારે, લાઠીના ધુફણીયા અને હાવડત ગામોને પણ નવા ગ્રામ પંચાયત ઘર મળશે અને દરેક ગામ માટે 22 લાખ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે.

જનકભાઈ તળાવિયાએ લાઠી-બાબરાના વિકાસ માટે અનેક કાર્યો કર્યા

ગ્રામજનોએ ધારાસભ્યની કામગીરીને બિરદાવી

જનકભાઈ તળાવિયા દ્વારા કરવામાં આવેલ આ કાર્ય બદલ તેમને ખૂબ ખૂબ અભિનંદન. તેમના દ્વારા કરવામાં આવેલ વિકાસના કાર્યોથી લાઠી-બાબરાના લોકોને ઘણો ફાયદો થશે.

રીપોર્ટર વિનુભાઈ પરમાર દામનગર

Leave a Comment

और पढ़ें

Patan : પાટણ જિલ્લાના સરસ્વતી પોલીસ સ્ટેશનના વિસ્તારના અઘાર ગામેથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી બોટલ ટીન/નંગ ૧૦૩૬ કિ.રૂ.૨,૫૫,૧૪૦/-ના મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી પાડતી એલ.સી.બી. પાટણ

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें

Patan : પાટણ જિલ્લાના સરસ્વતી પોલીસ સ્ટેશનના વિસ્તારના અઘાર ગામેથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી બોટલ ટીન/નંગ ૧૦૩૬ કિ.રૂ.૨,૫૫,૧૪૦/-ના મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી પાડતી એલ.સી.બી. પાટણ