July 11, 2025 12:00 pm

લાઠી બાબરા ના જાગૃત ધારાસભ્ય જનકભાઈ તળાવિયા એ જામબરવાળા થી નાની કુંડળ રોડ પર આવેલ જર્જરિત કોઝવેને માઈનોર પુલ બનાવવા અંદાજિત 2 કરોડ 80 લાખ ના ખર્ચે કરાવ્યો મંજુર

બાબરા તાલુકાના જામબરવાળાથી નાની કુંડળ રોડ પર આવેલ કોઝવે માઈનોર પુલ ઘણા સમયથી જર્જરિત હાલતમાં હતો. જેના કારણે સ્થાનિક લોકોને અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને લાઠી-બાબરાના જાગૃત ધારાસભ્ય જનકભાઈ તળાવિયાએ આ કોઝવેના નવીનીકરણ માટે પ્રયાસો હાથ ધર્યા હતા.

જેના પરિણામે અંદાજિત ૨ કરોડ ૮૦ લાખના ખર્ચે કોઝવે માઈનોર પુલનું મંજૂર કરાવવામાં આવ્યું છે. હાલમાં કોઝવે પુલ મજુર થતા સ્થાનિક લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. નવા નવા કોઝવેના નિર્માણ થી આ વિસ્તારના લોકોને અવરજવરમાં સરળતા રહેશે.

આ પ્રસંગે ધારાસભ્ય જનકભાઈ તળાવિયાએ જણાવ્યું હતું કે, “આ કોઝવેની જર્જરિત હાલત વિશે મને સ્થાનિક લોકો તરફથી ઘણી ફરિયાદો મળી હતી. લોકોની મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને મેં તાત્કાલિક ધોરણે આ કોઝવેના નવીનીકરણ માટે દરખાસ્ત મૂકી હતી. જે આજે મંજૂર થતા મને ખૂબ આનંદ થઈ રહ્યો છે.”

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, “લાઠી-બાબરા વિસ્તારના વિકાસ માટે હું હંમેશા પ્રયત્નશીલ છું. રોડ, રસ્તા, પુલ, આરોગ્ય અને ખેડૂતોને લગતી સમસ્યાઓ હોય, હું હંમેશા લોકોની સાથે ઉભો રહું છું અને સરકારમાંથી જરૂરી કામો મંજૂર કરાવીને લોકોના પ્રશ્નોનું નિરાકરણ લાવું છું.”

સ્થાનિક લોકોએ ધારાસભ્ય જનકભાઈ તળાવિયાના આ કાર્યની પ્રશંસા કરી હતી અને તેમનો આભાર માન્યો હતો. નવા કોઝવે નિર્માણ થાસે ત્યારે લોકો ને સરળતાથી અવરજવર કરી શકશે અને તેમના રોજિંદા કામો પણ સરળ બનશે.

રિપોર્ટર વિનુભાઈ પરમાર દામનગર

Leave a Comment

और पढ़ें

Patan : પાટણ જિલ્લાના સરસ્વતી પોલીસ સ્ટેશનના વિસ્તારના અઘાર ગામેથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી બોટલ ટીન/નંગ ૧૦૩૬ કિ.રૂ.૨,૫૫,૧૪૦/-ના મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી પાડતી એલ.સી.બી. પાટણ

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें

Patan : પાટણ જિલ્લાના સરસ્વતી પોલીસ સ્ટેશનના વિસ્તારના અઘાર ગામેથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી બોટલ ટીન/નંગ ૧૦૩૬ કિ.રૂ.૨,૫૫,૧૪૦/-ના મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી પાડતી એલ.સી.બી. પાટણ