તા 25-02-2025 ના રોજ રાપર મામલતદાર કચેરી ખાતે જિલ્લા કલેકટર અમિત અરોરા અને અધિક કલેકટર એમ.પી પંડયા ની સુચના થી રાપર તાલુકા મામલતદાર એચ.બી.વાઘેલા અને તાલુકા વિકાસ અધિકારી ખોડુભા વાઘેલા ના માર્ગદર્શન હેઠળ રાપર તાલુકા સ્વાગત સમિતિ ની બેઠક મળી હતી જેમાં નાયબ મામલતદાર એસ.એસ.રાજપુત મદદનીશ તાલુકા વિકાસ અધિકારી હુશેન જીએજા તથા અન્ય વિવિધ વિભાગો ના કર્મચારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા રાપર તાલુકાના વીસ વિવિધ પ્રશ્ર્નો ની રજૂઆત તાલુકા સ્વાગત સમિતિ ની બેઠક મા કરવામાં આવી હતી જેમાં અરજદારો ને રુબરુ સાંભળી જે તે વિભાગના કર્મચારીઓ ને સુચના આપવામાં આવી હતી અને પ્રશ્ર્નો ના નિકાલ માટે ત્વરીત રીતે કાર્યવાહી કરવામાં આવે તેવી સુચનાઓ અપાઇ હતી
રિપોર્ટર દિલીપભાઈ રાપર કચ્છ
